Joshua 16

1યૂસફના કુળ માટે જમીનની સોંપણી થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી. 2પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.

3પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ. 4આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઈમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.

5એફ્રાઈમના કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ હોરેન સુધી હતી 6અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ. 7પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.

8તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળા અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઈમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે. 9તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઈમના કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.

તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઈમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઈમના કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.

10

Copyright information for GujULB